કોરોના ત્રીજી લહેર અને ઓમિક્રોન : લક્ષણ, સ્થિતિ ને સાવચેતી

corona Omicron cases symptoms precaution treatment 

May 21, 2024 - 07:09
Jun 2, 2024 - 13:21
 0  2
કોરોના ત્રીજી લહેર અને ઓમિક્રોન : લક્ષણ, સ્થિતિ ને સાવચેતી

કોરોના ત્રીજી લહેર અને ઓમિક્રોન : લક્ષણ, સ્થિતિ ને સાવચેતી


કોરોનાની ત્રીજી લહેર ( corona third wave ) ભારતમાં ધીમી ગતિએ પ્રવેશ કર્યો હતો પણ હાલ ગામડે ગામડે અને શહેર શહેરમાં પગ પેસારો કર્યો છે. એક પછી એક અહેવાલ સરકાર તરફથી બહાર પડે છે અને અખબારી જગત પણ સમાચારો સાથે આપણને જોડે છે ત્યારે એક તરફ કોરોનાની ત્રીજી લહેર ( corona third wave ) અને બીજી બાજુ ઓમિક્રોન ( Omicron ) ની દહેશત. જગત પર વાઇરસ આક્રમણ શરૂ થયું હોય એવો માહોલ બનાવે છે. આ આક્રમણથી કોઈ દેશ બાકાત નથી.

આગળ વાંચશો ત્રીજી લહેરમાં ભારત અને ગુજરાતની સ્થિતિ. અમેક્રોનના સામાન્ય લક્ષણ અને કોરોના વિશે વધુ...

ભારત અને ગુજરાતની સ્થિતિ -

કોરોના અને ઓમિક્રોનને લઈને ભારતની સ્થિતિ ત્રીજી લહેર તરફ જઈ રહી છે. હાલ રોજ અપડેટ થતા આંકડાઓ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે સાવચેત રહેવું જરૂરી છે. આરોગ્યના વડાઓ દ્વારા નવેમ્બરમાં કહેવાયું હતું કે ફેબ્રુઆરીથી એપ્રિલનો સમય ભારત માટે મુશ્કેલી ભર્યો રહેશે. જેની શરૂઆત હવે આપણે જાન્યુઆરીમાં જોઈ રહ્યા છીએ.

કોરોના ત્રીજી લહેરના લક્ષણ...
( corona third wave )

આરોગ્ય જાણકારો જણાવે છે કે કોરોના અને ઓમિક્રોનના લક્ષણો બીજા તબ્બકાથી ભરતમાં અલગ રહેશે. આ માટે કેટલાક ખાસ લક્ષણોથી સાવચેત થઈ અને પ્રિકોશન અને ડોકટરી સલાહ જરૂર લેવી. કોરોનાની ત્રીજી લહેરમાં મુખ્ય લક્ષણ કફ, અસહ્ય તાવ અને સ્વાદ અને ગંધ ઓછી થવી કે નહિવત થવી આવા લક્ષણો છે.

ઓમિક્રોનના લક્ષણ...
( Omicron cases )
જ્યારે ઓમિક્રોન વેરિયાન્ટથી સંક્રમિત થનાર વ્યક્તિમાં કેટલાક અલગ લક્ષણો મળ્યા છે જેમ કે સામાન્ય ઠંડી અને તાવ. જેને સામાન્ય રીતે લોકો ગણકારતા નથી. પણ તેના બીજા લક્ષણ જેવા જે થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો. આ લક્ષણો આફ્રિકામાં મળ્યા હતા.

સાવચેતી...

આ બાબતે હાલની સ્થિતિ જોતાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવો અને નીતિ આયોગના સદસ્ય મીડિયા સાથે વાત કરી જણાવ્યું કે "જો ભારતમાં ત્રીજી લહેરને અટકાવવી હશે તો વધુને વધુ લોકોનું રસીકરણ કરવું એ સૌથી સારો ઉપાય છે. સરકાર આ માટે પ્રયાસ પણ કરતી હોવાનું દેખાઈ આવે છે."

બાળકો માટે કહેવાયું કે

બાળકો માટે પણ તકેદારી તો રાખવી જ પરંતુ જો માતા પિતા રસીકરણ કરાવશે તો પરિવારમાં બાળકો સુુરક્ષિત થઈ શકે છે. માટે અત્યારે બે જ બાબત છે કે સાવધાની માસ્ક, હાથ મોજા, યોગ્ય અંતર અને તાવ શરદીના લક્ષણોમાં ડોકટરની સલાહ. આ ઉપરાંત રસીકરણ.

સરકાર આ બાબતે પ્રયત્નશીલ છે. ભારત એક ઉપખંડ જેવડો દેશ છે માટે અન્ય દેશોમાંથી અનેક લોકોની અવરજવર થઈ રહી છે ત્યારે દહેશતમાં આવી જવાને બદલે કે બેફિકર થઈ જવાને બદલે સાવધાની રાખીએ અને રસીકરણ કરવી લઈએ.

corona Omicron cases symptoms precaution treatment 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow